તારા વિના મારા શબ્દોમાં લય નથી.

હું જાણું છું કે કવિતા તારો વિષય નથી,
પણ તારા વિના, મારા શબ્દોમાં લય નથી.

છો ને હોઈ ગર્વિત સાહિત્ય, કાવ્ય-કવિતા થી,
તારા વર્ણન સિવાય બીજો કોઈ સમય નથી.

ગઝલ, નઝમ , કાવ્ય માં ભલે હોઈ તફાવત,
મારા માટે તો એ માત્ર તું જ છે, બીજું કઈ નથી.

આમ જોવે તો સરળતા, તારા વર્ણન માટે પુરતી છે,
ને આમ જોવે તો આખો શબ્દકોષ પણ કઈ નથી.

લાગણીના ઊભરાને અક્ષરોમાં સજાવી ભલે રહ્યો,
પણ એ પુષ્પ હશે એવું, જેમાં હવે કોઈ સુગંધ નથી.

હું જાણું છું કે કવિતા તારો વિષય નથી,
પણ તારા વિના, મારા શબ્દોમાં લય નથી.

છે સાથ થોડા ડગલાનો અને પછી સ્મરણોના વિસામા છે.

પેલો અરીસો પણ હવે ધૂળ ખાતો પડ્યો છે ખૂણામાં ક્યાંક,
તમે હતા તો શણગાર હતો, હવે અમારા પણ ક્યાં ઠેકાણા છે.

તું આવે યાદ તો ચહેરો પણ લે છે તસ્તી હાવભાવ બદલવાની,
હાસ્ય રુદન કઈ પણ હોઈ, પણ પછી ચાડીયા પણ અમ થી શાણા છે.

થોડા(સંબંધ) યાદ છે, થોડા વિસરાય ગયા, બાકીના તો ખાલી સરનામાં છે,
છે સાથ થોડા ડગલાનો અને પછી સ્મરણોના વિસામા છે.

એક રજૂઆત હતી

હતી ક્યાંક મૃદુતા તો ક્યાંક કઠોરતા હતી,
ક્યાંક હતો થોડો ઉભરો ને ક્યાંક એકદમ સ્થિરતા હતી...

બની હતી ક્યારેક કવિતા તો ક્યારેક કોઈ શાયરી હતી.
ક્યાંક હતી શીતલ લહેર તો ક્યાંક વંટોળી વાયરી હતી...
...
આમ તો એ સરળ શબ્દો માં "ફિરદોસ" ની એક રજૂઆત હતી,
પણ તમારી ઉદારતાએ એને અનમોલ કરી દીધી...
-ફિરદોસ

મહેરબાન

લટકતી વેલી બની વીંટળાય એ મહેરબાન
વરસતી મૌસમ બની ભીંજાય એ મહેરબાન,

શબ્દો ની સરગમ બની સંભળાય એ મહેરબાન
મહેકતી કળી બની શરમાય એ મહેરબાન,

હર એક સંવેદનનો પર્યાય એ મહેરબાન!!!!

અનોખો ખિલાડી

આ ખુદા પણ અનોખો ખિલાડી છે,
તરસ હોય ત્યારે વરસાદ તો લઇ આવે છે!!!
પણ જયારે વરસાદ ની મજા લેવા લાગીએ છીએ,
ત્યારે પાછો ઉઘાડ લઇ આવે છે!!!

जुस्तजू

ना थी जुस्तजू कभी सदियों के साथ की,
एक लम्हा मिल जाता हम सदियाँ जी लेते...

ઝીંદગી

માનસ સપનાઓં સજાવીને એક માળા બનાવે છે,
કેટલાક તૂટે છે, કેટલાક પુરા થાય છે તો કેટલાક અધૂરા રહી જાય છે.
આ સઘળી કરામત પછી દરેક માળાનો એક નવો જ આકાર હોય છે.
ખુદાની આ કારીગરી પછી બનેલું નવું ઘરેણું એટલે "ઝીંદગી"...