તારા વિના મારા શબ્દોમાં લય નથી.

હું જાણું છું કે કવિતા તારો વિષય નથી,
પણ તારા વિના, મારા શબ્દોમાં લય નથી.

છો ને હોઈ ગર્વિત સાહિત્ય, કાવ્ય-કવિતા થી,
તારા વર્ણન સિવાય બીજો કોઈ સમય નથી.

ગઝલ, નઝમ , કાવ્ય માં ભલે હોઈ તફાવત,
મારા માટે તો એ માત્ર તું જ છે, બીજું કઈ નથી.

આમ જોવે તો સરળતા, તારા વર્ણન માટે પુરતી છે,
ને આમ જોવે તો આખો શબ્દકોષ પણ કઈ નથી.

લાગણીના ઊભરાને અક્ષરોમાં સજાવી ભલે રહ્યો,
પણ એ પુષ્પ હશે એવું, જેમાં હવે કોઈ સુગંધ નથી.

હું જાણું છું કે કવિતા તારો વિષય નથી,
પણ તારા વિના, મારા શબ્દોમાં લય નથી.

0 comments: