ચાલ ભેરુ માણી લઈએ જીવનની ઉમંગ,

આજ મલ્યો વિચારોને શબ્દોનો રંગ

બાગ નહિ, ફૂલ નહિ, હોય પન્ખુડી ની સુઘન્ધ
ધોધમર વરસાદ નહિ તો વાછંટ ને સંઘ,
ગ્રીશ્મ, શિશિર, પાનખર કે પછી હોય વસંત
ચાલ ભેરુ માણી લઈએ જીવનની ઉમંગ,

ઝંખના આકાંક્ષા હતી, છે અને રહેવાની
પણ એની અપેક્ષા એ બાકિ જીંદગી ખોઇ દેવાની,
વાસ્તવિકતા નહિ, તો કાલ્પનિક પ્રસંગ
ચાલ ભેરુ માણી લઈએ જીવનની ઉમંગ,

-Jignesh

0 comments: