ઝંખુ છું

રણમાઁ અહીઁતહીઁ ભટકતો હું,
કોઈ પ્યાસ બને એ ઝંખુ છું.

મૂગજળ તો ઠેરઠેર દીઠા,
મેઘ બની વરસે એ વાદલડીને ઝંખુ છું.

છુટયા છે મિત્રો અનેક રસ્તામાં,
મંઝિલ સુધી આપે સાથ એ રાહિ ઝંખુ છું.

એકલો આવ્યો'તો જવાનો પણ એકલો,
છતાંય કોઇ હમસફર બને ઝંખુ છું.

લોકો જીવનને કહે છે એક ગીત,
એ ગીતમાં પીરસે જે સંગીત તેને ઝંખુ છું.

દુર કરે જે ખારાશ જીવનસમુદ્રની,
ખળખળ વહેતી સરિતાને એ ઝંખુ છું.

સમજયો ઘણાને, ના સમજયુ કોઇ મને,
જે મને સમજે, તે સમિવચારીને ઝંખુ છું.
-Jignesh

0 comments: