ફાંટા પડી ગયા

ઊરમિઑના ઊભરા કઈ વહી ગયા,
લાગણીઓના લીસોટા પણ પડી ગયા

ઉડીને ડમરીઑ તો શાંત થઈ ગઈ,
પણ ધૂળના ગોટેગોટા અહીં રહી ગયા

અશ્રુઑ તો અટકી ગયા વહીને ઘડીક,
ચહેરા પર પણ ઍના ડાઘા રહી ગયા

કંઈક ઈચ્છાઑ ના ઘર બન્યા મનમાં,
પણ સપના અધૂરા રહી ગયા

લાગતી હતી જિંદગી સરળ પાટા જેવી,
ઍમાં ફાંટા પડી ગયા.

-Jignesh

0 comments: