ક્યારેક ફરિયાદ તો ક્યારેક યાદ થઇ આવે છે (22 March, 2011)

ઢળે છે સાંજ ને રાત થઇ આવે છે,
ક્યારેક ફરિયાદ તો ક્યારેક યાદ થઇ આવે છે

માફ કરજે જો હૃદય ચુકે કામ કરવાનું,
ક્યારેક શ્વાસ તો ક્યારેક ધબકાર થઇ આવે છે.

હાસ્ય રુદન તો રોજિંદુ થયું,
ક્યારેક પલકાર તો ક્યારેક ઉદગાર થઇ આવે છે.

ક્ષિતિજ ને આંબવાની પરોજણમાં શીદને પડું,
ક્યારેક આભાસ તો ક્યારેક મુલાકાત થઇ આવે છે.

હસ્તરેખાઓ કઈ અલગ છે વર્તી રહી,
ક્યારેક મહેરબાં તો ક્યારેક ગુસ્તાક થઇ આવે છે

વિણાય ગયું છે કંઠના હર નાદ માં જે "નામ"
ક્યારેક પર્યાય તો ક્યારેક અપવાદ થઇ આવે છે.

-Jignesh

0 comments: