મળશે જો મોકો ફરી મુલાકાત નો

મળશે જો મોકો ફરી મુલાકાત નો,
આગળ વધારીસું દોર અધુરી રહી ગયેલી વાતનો
હું તો આવો જ રહેવાનો છું એ દોસ્ત!,
તું પણ રાખજે સંબંધ એ જ અહેસાસ નો,
હશે વદન આપનું સ્મિત થી છલકતું ત્યારે,
ને પાંપણો ને લાગશે ભાર થોડી ભીનાશ નો

0 comments: